Tuesday, December 12, 2006
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇ
અચાનક કોણ જાણે યાદ કેવી વાત આવી ગઇદિવસ હોવા છતાં આંખોમાં માઝમ રાત આવી ગઇમળી કેવો ગયો ઉત્સાહ એ આશ્ચર્યથી ‘ઘાયલ’ફરીથી જીવવાની જીવમાં તાકાત આવી ગઇગાગર મહીં ઘૂઘવાતો સાગર થઇ શકું છુંસંસારમાં રહીને શાયર થઇ શકું છુંનહીં જેવો તોયે ઇશ્વર તારો જ અંશ છું હુંહું પણ અનેક રૂપે હાજર થઇ શકું છુંઅમૃતથી હોઠ સહુના એઠા કરી શકું છું,મૃત્યુના હાથ પળમાં હેઠા કરી શકું છું;આ મારી શાયરી તો સંજીવની છે ‘ઘાયલ’શાયર છું પાળિયા ને બેઠા કરી શકું છું.નથી સામાન્ય આસવનો વિરલ રસનો કળશ છું હુંમથું છું હરપળે હળવો થવા મબલખ વિવશ છું હુંકાંઇ કહેવાય ના ક્યારે કયો પુરુષાર્થ અજમાવુંહજી જનમ્યો નથી એવા ભગીરથની ધગશ છું હું
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment