Tuesday, December 12, 2006
તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,
તારી નજરમાં જ્યારે અનાદર બની ગયો,મંઝિલ વગરનો જાણે મુસાફર બની ગયો !ફૂલોનું સ્વપ્ન આંખમાં આંજ્યાના કારણે,હું પાનખરમાં કેટલો સુંદર બની ગયો ?ક્યાં જઈ હવે એ સ્મિતની મીઠાશ માણશું ?હૈયાનો બોજ આંખની ઝરમર બની ગયો !મુક્તિ મળે છે સાંભળ્યું ચરણોના સ્પર્શથી,રસ્તે હું એ જ કારણે પથ્થર બની ગયો !મારું મરણ ક્યાં એકલું મારું મરણ હતું ?સંસાર, આંખ મીંચી તો નશ્વર બની ગયો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment