Wednesday, December 27, 2006
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,
અમે તારા પ્રણયનાં ફૂલ ખરવા પણ નથી દેતાં,છૂપાં રાખ્યાં છે એવાં કે પમરવા પણ નથી દેતાં.ગરીબીને લીધે કરવી પડે છે કરકસર આવી,અમે રડીએ છીએ ને અશ્રુ સરવા પણ નથી દેતાં.હવેના રાહબર પોતે જ ખોટા રાહ જેવાં છે,સફર સાચી દિશામાં તો એ કરવા પણ નથી દેતાં.ભલે મળતાં નથી, પણ એજ તારણહાર છે સાચા,જે ડૂબવા તો નથી દેતા જ, તરવા પણ નથી દેતાં.હવે આવા પ્રણયનો અંત પણ આવે તો કઇ રીતે?નથી પોતે વિસરતાં કે વિસરવા પણ નથી દેતાં.સુરાનો નહિ, હવે સાકીનો ખુદનો છે નશો અમને,કે એનો હાથ પકડી જામ ભરવા પણ નથી દેતાં.જીવાડે પ્રેમથી એવું તો કોઇ ક્યાં મળે બેફામ?કે મતલબ હોય છે તો લોક મરવા પણ નથી દેતાં
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment