Wednesday, December 13, 2006
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?
વારતા આખી ફરી માંડી શકાતી હોત તો શું જોઈતું’તું ?આંખને જો આંસુથી બાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?આપ બોલ્યા તે બધા શબ્દો પવન વાટે અહીં આવ્યા હશે પણ,પત્રની માફક હવા વાંચી શકાતી હોત તો શું જોઈતું’તું ?જો પ્રવેશે કોઈ ઘરમાં તો પ્રવેશે ફકત સુખની લ્હેરખીઓ,એક બારી એટલી નાંખી શકાતી હોત તો શું જોઈતું’તું ?ડાળથી છુટ્ટું પડેલું પાંદડું, તૂટી ગયેલા શ્વાસ, પીછું,ને સમયની આ તરડ સાંધી શકાતી હોત તો શું જોઈતું’તું ?આ ઉદાસી કોઈ છેપટ જેમ ખંખેરી શકતી હોત, અથવા,વસ્ત્રની નીચેય જો ઢાંકી શકાતી હોત તો શું જોઈતું’તું ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment