બે ચાર કલાક વાત થઇ અને એક બે મુલાકાત થઇ,
અમે વિચારતા રહ્યા અને શ્વાસો કોઇની સોગાત થઇ,
નિરશાની ગર્તામાં ડુબેલુ હતુ મારું મન આયખાથી,
જ્યારથી તું જીવનમાં આવી,મ્રુત આશાદ હયાત થઈ,
તારા જ સ્વપ્ન-સાગર માં છબછબિયાં કરે છે જિંદગી,
નથી ખબર ક્યારે દિવસ અને ક્યારે રાત થઈ,
બચપનથી જ હકુમત ચલાવતો આવ્યો છુ દિલ પર,
ફક્ત એક મિઠી નજર અને મારી સત્તા મહાત થઈ...
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment