મલી ને ખોવઈ જવાની, એ તારી ટેવ્,
શોઘી ને પામી લેવાની, મારી તલબ,
પેન્સિલ ની જેમ લીટી દોરવાની , એ તારી ટેવ,
રબ્બર ની જેમ ભુસી દેવાનો , એ તારો મિજાજ,
ધુમાડો બની ને ઉડી જવાની તારી એ પ્રક્રુતિ,
ને સ્વાસ મા સમાવી લેવાની એ જ મારી આશક્તિ,
લાગે છે કે તુ ને હુ, હુ ને તુ,
સિક્કા ની એક બાજુ ન બીજી બાજુ,
આ સિક્કો ઉછ્ળયો જીદગી ની રમત મા,
કોની છાપ ઉપર હસે એ મને ખબર નથી,
પણ ભલે હોય છાપ નીચે મારી, પણ હુ હારી ને પણ જીતવાનો હુ, એ દોસ્ત,
એ જીદગી રમત છએ સ્વાસ ની,
ખબર નથી કે ક્યારે પુરી થાસે,
ક્દાચ આજે પણ, કદાચ કયારેક પછી....,
પણ મારી અભિવ્યક્તી તો રહેશે પરીણામ બની,
ભલે ને રમત પુરી થઇ જાય અબ ઘડી.
ગમે જો રીત મારી તો રીત ના પ્રણામ,
બાકી બધુ ક્યારેક પછી.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment